Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહિલા સાથે દુષ્કર્મ કરી ભાવનગરના તાંત્રિક કશ્યપ બાપુએ કહ્યું- આપણે પતિ-પત્ની થઈ ગયાં

મહિલાએ ફરિયાદ નોંધાવતાં તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજની ગોત્રી પોલીસે કરી ધરપકડ

cradmin by cradmin
2023-04-18 10:13:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ધંધામાં પ્રગતિ અને વધુ પૈસા કમાવવાની લાલચમાં આવેલી મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લગ્ન કર્યા બાદ તેણે ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતાં ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગોત્રી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ બે વાર લગ્ન કરી ચૂકેલી અને બે સંતાનોની માતા એવી ડાયવોર્સી મહિલા પિતાના મિત્ર દ્વારા તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજ (સરદારબાગ,બોરતલાવ, જેલ સર્કલ પાસે, ભાવનગર)ના સંપર્કમાં આવી હતી. તાંત્રિકે મહિલાને સારી નોકરી અપાવી તેનું બ્યુટી પાર્લર કરાવી આપવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે એમ જણાવ્યું હતું. આ પછી કશ્યપ બાપુ ફેબ્રુઆરી-20માં વડોદરા ડેપો ખાતે આવ્યા હતા અને મારે એક દિવસ રોકાવું છે એમ મહિલાને કહ્યું હતું. જેથી મહિલા ગોત્રી વિસ્તારમાં રહેતા તેના ધર્મના ભાઈને ત્યાં લઇ ગઇ હતી. જ્યાં ભાઈને બહાર જવાનું કહીને વિધિના બહાને અન્ય રૂમમાં બાપુ લઇ ગયા હતા
મહિલાનો હાથ પકડીને કહ્યું હતું કે ‘થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવા પડશે. મહિલાએ પૂછ્યું હતું કે, આ કેવી વિધિ છે કે મારે કપડાં કાઢવા પડશે? આ પછી બાપુએ બળજબરીથી મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો.
સંબંધ થઇ ગયો એટલે આપણાં લગ્ન થઇ ગયા છે, આપણે પતિ-પત્ની થઇ ગયા છે. હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉં પછી તમારે ભાવનગર આવવું પડશે. આ પછી અન્ય મિત્રોને ત્યાં લઇ જઇને પણ બાપુએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.
આેક્ટોબર-22માં બાપુના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવ્યું હતું અને ખોડિયારનગરમાં રહેતાં બાપુના મિત્રને ત્યાં પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. ઓપરેશન માટે બીજા લોકો પાસેથી પૈસા લીધા હોઈ લોકો માગણી કરવા માટે આવતાં હોવાનું કારણ દર્શાવીને બાપુ મહિલાને છોડી ફરાર થઇ ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે કશ્યપ બાપુ સામે ઇપીકો 376 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

Previous Post

વિવાદાસ્પદ કોમેન્ટ બદલ ઈટાલિયાની ધરપકડ: જામીન મળ્યા

Next Post

કિરણ પટેલ કાંડ ઇફેકટ : મંત્રીઓના મુલાકાતીઓનું રજીસ્ટર રહેશે

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
કિરણ પટેલ કાંડ ઇફેકટ : મંત્રીઓના મુલાકાતીઓનું રજીસ્ટર રહેશે

કિરણ પટેલ કાંડ ઇફેકટ : મંત્રીઓના મુલાકાતીઓનું રજીસ્ટર રહેશે

ત્રણેય શૂટરોને છોડીશ નહીં- જેલમાં બંધ અતીકના પુત્ર અલીની ધમકી

ત્રણેય શૂટરોને છોડીશ નહીં- જેલમાં બંધ અતીકના પુત્ર અલીની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.