બોલિવૂડની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાના કાર કલેક્શનમાં વધુ એક નવી લક્ઝરી મોડલનો સમાવેશ કર્યો છે. સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયથી મંત્રમુગ્ધ બનેલી માધુરીએ જર્મનીની અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદક પોર્શે પાસેથી પોપ્યુલર કાર પોર્શ 911 તુબ્રો એસ ખરીદી છે. હાલમાં જ માધુરી દીક્ષિતના પતિ ડૉ. નેને આ કારમાં મુંબઈના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત 3.53 કરોડ રૂપિયા છે. એક્ટ્રેક્ટિવ લૂક અને પાવરફૂલ એન્જિન કેપેસિટીથી સજ્જ આ પોર્શ કાર ઘણી રીતે ખૂબ જ ખાસ છે.
માધુરી દીક્ષિતની આ કારમાં શું છે ખાસ
Porsche 911 Tubro Sમાં, કંપનીએ 3745 ccની કેપેસિટી સાથે 6 સિલિન્ડર, DOHC એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. આ એન્જિન 650 PSનો પાવર અને 800 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 330 કિલોમીટર પ્રતિ કલાક છે, કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2.6 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં કેપેબલ છે. સુપરકારને સ્ટાન્ડર્ડ તરીકે 20-ઇંચના એલોય વ્હીલ્સ મળે છે, પરંતુ કસ્ટમાઇઝેશન દરમિયાન 21-ઇંચ વ્હીલ્સ પણ ઓપ્શન તરીકે ઓફર કરવામાં આવે છે.
આ પોર્શ કારનું ઈન્ટિરિયર પણ એકદમ લક્ઝુરિયસ છે. આમાં અનેક એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની આખી કેબિન લેધર અને કાર્બન ફાઈબરથી બનેલી છે. જેમાં સિલ્વર એક્સેન્ટ પણ જોવા મળે છે. તેમાં 18-વે એડજસ્ટેબલ સ્પોર્ટ સીટ સાથે 10.9-ઇંચની અત્યાધુનિક ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.
એન્જિન: 3745 સીસી
ટ્રાન્સમિશન: 8-સ્પીડ ઓટોમેટિક
પ્રવેગક: 2.6 સે
ટોપ સ્પીડ: 330 kmph
કિંમતઃ 3.53 કરોડ રૂપિયા
કારને ઈલેક્ટ્રિક સ્લાઈડ ટિલ્ટેડ ગ્લાસ સનરૂફ સાથે બોડી પર સાઇડ સ્કર્ટ અને પાછળનું ડિફ્યુઝર આપવામાં આવ્યું છે. ઓટોમેટિક ડિમિંગ ઈન્ટીરીયર અને એક્સટીરીયર મિરર્સ, ઈલેક્ટ્રીક ફોલ્ડીંગ એક્સટીરીયર મિરર્સ, પાર્ક આસિસ્ટ, ક્રુઝ કંટ્રોલ, સ્મોકિંગ પેકેજ, એલાર્મ સિસ્ટમ, ટુ-ઝોન ઓટોમેટીક ક્લાઈમેટ કંટ્રોલ, BOSE દ્વારા સરાઉન્ડ સિસ્ટમ, સ્માર્ટફોન ઈન્ટીગ્રેશન, યુએસબી પોર્ટ અને ટાયર પ્રેશર મોનીટરીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.




