Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાજકોટ નજીક જામનગર હાઇ -વે પર તરઘડી પાસે જીવલેણ અકસ્માતમાં ૪ના મોત

કારમાં બેઠેલા ત્રણ યુવક અને ટ્રેકટર ચાલક સહિત ચાર વ્યકિતના ઘટનાસ્થળે મોત

cradmin by cradmin
2023-04-19 11:27:09
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર
રાજકોટ નજીક જામનગર હાઇ -વે પર તરઘડી ગામ પાસે આજે વહેલી સવારે ૩-૩૦ વાગ્યાના અરસામાં કાર અને ટ્રેકટર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવક અને ટ્રેકટર ચાલક સહિત ચાર વ્યકિતના ઘટનાસ્થળે મોત થયા હતા. બનાવના પગલે પડધરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતકોની ઓળખ મેળવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર કારચાલક જામનગરનો યુવક, રાજકોટના બે યુવાન અને ટ્રેકટરચાલક પડધરીના ફતેપર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતની પોલીસના સૂત્રોમાંથી પ્રા થયેલી પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ તરફથી નીકળેલી જી.જે. ૦૬-એચ. એસ.૬૪૦૩ નંબરની કાર જામનગર તરફ જઈ રહી હતી.

રાત્રીના ૩-૩૦ વાગ્યાના અરસામાં આ કાર પડધરીથી નજીક જામનગર હાઇ-વે પર આવેલા તરઘડી ગામ પાસે આગળ જઇ રહેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ ઘૂસી ગઇ હતી જેમાં ટ્રેકટરથી ટ્રોલી અલગ પડી ગઇ હતી અને ટ્રેકટરનો આગળનો ભાગ પલટી ખાઇ ગયો હતો. અકસ્માતમાં કારના બુકડો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં વહેલી સવારે પીએસઆઇ મકવાણા, જમાદાર વિજ્યભાઈ દાફડા, કુલદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કાર અને ટ્રેકટરમાંથી મળેલા પુરાવાના આધારે ચારેય મૃતકોની ઓળખ મળી હતી જેમાં ટ્રેકટરચાલક પડધરીના ફતેપર ગામનો રહેવાસી કિરીટ લીંબાભાઈ ડોબરિયા (ઉ.વ.૪૦) હોવાની ઓળખ મળી હતી.


કારમાં મૃત્યુ પામેલા ત્રણ યુવાનો પૈકી જામનગરના પાવર હાઉસ પાસે, ઠેબા ચોકડી નજીક રહેતો હિમાંશુ પ્રવીણભાઈ પરમાર (ઉ.વ.૩૨) નામનો યુવક કાર ચલાવતો હતો. તેની બાજુની સીટમાં રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અજય પ્રવીણભાઇ જોશી (ઉ.વ.૨૮) અને પાછળ સીટ ઉપર કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતો સંજય છગનભાઈ પરમાર (ઉ.વ.૨૦) હોવાની ઓળખ મળી હતી. કારમાં રહેલા ત્રણેય યુવકોએ પણ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો અરેરાટીભર્યા હતો કે, નજરે જોનાર પોલીસને પણ થોડીક પળો કમકમાટી છૂટી ગઈ હતી.

Previous Post

WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, આ ખતરનાક ખેલાડીઓ ભારત સામે ઉતરશે મેદાનમાં

Next Post

એક પુરુષ અને એક સ્ત્રીની વિભાવના તે ‘લિંગના આધારે નિરપેક્ષ’ નથી: સુપ્રીમ કોર્ટ

cradmin

cradmin

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
એક પુરુષ અને એક સ્ત્રીની વિભાવના તે ‘લિંગના આધારે નિરપેક્ષ’ નથી: સુપ્રીમ કોર્ટ

એક પુરુષ અને એક સ્ત્રીની વિભાવના તે 'લિંગના આધારે નિરપેક્ષ' નથી: સુપ્રીમ કોર્ટ

અતીકના બ્લેક મનીનું રોકાણ ગુજરાતમાં પણ!

અતીકના બ્લેક મનીનું રોકાણ ગુજરાતમાં પણ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.