ભાવનગર તા.૧૯
ભાવનગરની નારીચોકડી પાસે આવેલ સવગુણનગરમાં રહેતા નિવૃત્ત પી.એસ.આઈ.ને તેની દીકરીના ભત્રીજાએ વિશ્વાસમાં લઈને ટૂંકા ગાળામાં મોટો નફો થશે તેવી લાલચ આપી કટકે-કટકે રૂ.૭.૩૪ લાખ મેળવી લઈ છેતરપિંડી કરતા નિવૃત્ત પી.એસ.આઈ. એ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાં આવેલ સવગુણનગર પ્લોટ નં. ૧૧૮/૧ માં રહેતા નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેસાભાઇ એચ. સોંદરવા એ સ્થાનિક નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેની દીકરી અને જમાઈનો સગો ભત્રીજો વિશાલ રમેશભાઈ મારુ ( ઉં.વ. ૨૮, રહે. કોર્ટ રોડ, આંબેડકરનગર, પાલીતાણા ) અવારનવાર બીમાર પડી જવાથી દવાખાનામાં દાખલ થયેલ હોય, ત્યારે તેમણે તેમના ઘરે રાખીને સેવા કરી હતી. વિશાલ મારુ માતાજીનો ભુવો હોય બધા તેને ભુવાદેવ તરીકે ઓળખે છે. તેમજ હાલ તેના કુટુંબ અને તેના કહેવા મુજબ તે ગાંધીનગરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓડિટર અધિકારી તરીકે કામ કરતો હોવાનું જણાવી પોતે તેના બે-ત્રણ મિત્રો સાથે મળીને જમીન પ્લોટ લે વેચનું કામ કરતો હોવાનું જણાવી, આ કામમાં ટૂંકાગાળામાં સારો એવો નફો મળે છે તેમ જણાવી વિશ્વાસમાં લઈને જમીનમાં રોકાણ કરવાનું કહેતા તેના ઉપર ભરોસો રાખી ત્રણ કટકે રૂ.૭.૩૪ લાખ મેળવી જતો રહ્યો હતો. વિશાલના પિતા રમેશભાઈ મારુ એ પણ તેમના કુટુંબીજનોની હાજરીમાં વિશાલે લીધેલા નાણા કટકે કટકે ચૂકવી આપવાનું જણાવ્યું હતું, પરંતુ આજ સુધી વિશાલ કે તેના પિતા રમેશભાઈએ આ રકમ નહીં ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
નીલમબાગ પોલીસે પાલીતાણાના પિતા પુત્ર વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત પોલીસ અધિકારીની બે દીકરીઓ સાથે પણ કરી છેતરપિંડી
બોક્સ
નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોંદરવા એ નીલમબા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વિશાલ મારુ માતાજી નો ભુવો હોય દેવી દેવતાઓને અઘરી કષ્ટ દાયક સાધના અને તાંત્રિક વિધિઓ કરી દોરા ધાગા તથા દાણા જોવાનું તેમજ ધુણવાનું કામ કરતો હોય લોકોને વિધિમાં ભોળવીને નાણાં પડાવવાનું કામ કરે છે વિશાલ ભાઈ સોંદરવાની નાની દીકરી કે જે અમદાવાદમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ છે તેની પાસેથી પણ લાખો રૂપિયા મેળવ્યા હોવાનું તેમજ તેની મોટી દીકરી કે જે વિશાળની શરદી તાપી થાય છે તેના પણ સોનાના દાગીના પલાવી લીધા હોવાનું તેમજ અન્ય બેન દીકરીઓના નાણાં અને ઘરેણા દેવદેવીનો ભુવો હોવાથી માઈન્ડ ડાયવર્ટ કરી ઓલવી ગયેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ ઉપરાંત વિશાલ મારુ મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર નો માસ્ટર માઈન્ડ હોવાથી બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવતો હોવાનું તેમજ તેની પાસે ઘણા બધા સીમકાર્ડ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ ઉપરાંત નિવૃત પોલીસ અધિકારીએ વિશાલ પોતે બેંકમાં અધિકારી તરીકે નોકરી શકતો હોવાનું જણાવતો હોય તેની નોકરી બાબતે પણ ખરાઈ કરવી જરૂરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.



