Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

યુવરાજસિંહની તબિયત લથડતા પોલીસ સમક્ષ હાજર ન થયા

એસ.ઓ.જી.પોલીસ સમક્ષ હાજર થવા માટે ૧૦ દિવસની મુદ્દત માંગી : ભાવનગર આવ્યા બાદ તબિયત લથડી હોવાનું તેમના પત્નીએ ટ્વીટ કરી જાહેર કર્યું

cradmin by cradmin
2023-04-19 14:36:29
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ચકચારી ડમીકાંડમાં પોલીસે પાઠવેલા સમન્સનો જવાબ આપવા ભાવનગર આવી પહોંચેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તબિયત લથડતા તેમને પોલીસ સમક્ષ હાજર થવા માટે દસ દિવસનો સમય માગ્યો હોવાનું તેમના પત્નીએ ટ્વિટ કરી જાહેર કર્યું હતું.

ભાવનગરના ચકચારી ડમીકાંડમાં ગઈકાલે ભાવનગર પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ કૌભાંડને ઉજાગર કરનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવી આજે બપોરે એસ.ઓ.જી. શાખા ખાતે હાજર થવા ફરમાન કર્યું હતું. પોલીસ દ્વારા પાઠવવામાં આવેલ સમન્સના પગલે યુવરાજસિંહ જાડેજા આજે વહેલી સવારે ભાવનગર આવી પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડતા એસ.ઓ.જી.ના પી.આઇ પાસે દસ દિવસનો સમય માંગ્યો હોવાનું જાણવા મળેલ છે.

યુવરાજસિંહ એ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આજે સવારે તેમની તબિયત લથડતા અને ચક્કર આવી જતા હાલ તેઓ સમન્સમાં જણાવેલ સમય અને સ્થળે હાજર રહી શકે તેમ ન હોય, આ સમન્સનો જવાબ આપવા માટે દસ દિવસની મુદત આપવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવવામાં આવ્યા બાદ આજે સવારે જ તેઓ ભાવનગર આવી પહોંચ્યા હતા અને બપોરે ૧૨ કલાકે પોલીસ સમક્ષ હાજર થશે તેવી ધારણા ના પગલે એસ.પી. કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ પત્રકારો અને મીડિયાકર્મીઓને પણ કચેરીના મુખ્ય દરવાજા પાસે અટકાવી દેવામાં આવ્યા હતા. લાંબો સમય રાહ જોયા બાદ આખરે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તે અંગે કરેલી લેખિત રજૂઆતની તેમના પત્નીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

Previous Post

ટૂંકા ગાળામાં તગડો નફો મેળવવા નિવૃત્ત પી.એસ.આઈ.એ રૂ.૭.૩૪ લાખ ખોયા

Next Post

પીએમ કિસાન યોજના / 14મા હપ્તાને લઈ આવી મોટી અપડેટ, જાણો લિસ્ટમાં કોનું નામ સામેલ કરાશે

cradmin

cradmin

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
પીએમ કિસાન યોજના / 14મા હપ્તાને લઈ આવી મોટી અપડેટ, જાણો લિસ્ટમાં કોનું નામ સામેલ કરાશે

પીએમ કિસાન યોજના / 14મા હપ્તાને લઈ આવી મોટી અપડેટ, જાણો લિસ્ટમાં કોનું નામ સામેલ કરાશે

એલર્ટ / હવે ઠગ ટેક્સપેયર્સને બનાવી રહ્યા છે શિકાર, ITR ભરવાના નામે કરી રહ્યા છે છેતરપિંડી

એલર્ટ / હવે ઠગ ટેક્સપેયર્સને બનાવી રહ્યા છે શિકાર, ITR ભરવાના નામે કરી રહ્યા છે છેતરપિંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112