ઈલેક્ટ્રિક કાર પ્રત્યે લોકોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે અને આ જ કારણ છે કે વ્હીકલ નિર્માતાઓ પણ આ સેગમેન્ટમાં તેમના નવા મોડલને વધુને વધુ રજૂ કરી રહ્યા છે. હવે Morris Garages (MG Motors) ભારતીય માર્કેટમાં તેની નવી ઇલેક્ટ્રિક કાર MG Comet EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની કારનું અનાવરણ કરી રહી છે, ત્યારબાદ તેને વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ હાલમાં જ આ કારના ઘણા ટીઝર પણ રિલીઝ કર્યા છે, એક નવા ટીઝર વીડિયોમાં કંપનીએ ખુલાસો કર્યો છે કે આ ઇલેક્ટ્રિક કાર સાથે ક્યૂટ સ્માર્ટ-કી પણ આપવામાં આવશે. તો આજે આપણે ફાઈવ થિંગ્સ સીરીઝમાં આ કાર સાથે જોડાયેલી 5 ખાસ વાતો જાણીએ-
1)- આ ઇલેક્ટ્રિક કાર કેવી હશે
MG કોમેટ કંપનીની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક કાર હશે, જે GSEV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતી Wuling Air EVમાં પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ પર બનેલી કાર સોલિડ સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરે છે જ્યારે કારની બોડી 17 સ્ટેમ્પિંગ પેનલ્સથી બનાવવામાં આવી છે. અગાઉ, કંપનીએ ભારતીય માર્કેટમાં eZS ઇલેક્ટ્રીક SUV રજૂ કરી છે, જેની પ્રારંભિક કિંમત રૂ. 23.38 લાખ છે.
2) કારની સાઇઝ શું હશે
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ બે ડોરવાળી ઇલેક્ટ્રિક કાર છે, એટલે કે તેમાં માત્ર બે જ ડોર આપવામાં આવ્યા છે. પરંતુ તેમાં ચાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે. તેનો દેખાવ અને ડિઝાઇન એકદમ એટ્રેક્ટિવ છે, જે તેને વધુ સારી બનાવે છે. કંપનીનો દાવો છે કે આ કાર તમને કેબિનમાં સારી જગ્યા આપે છે. કારને 2,010mmનો વ્હીલબેઝ મળે છે, જે કેબિનને વિશાળ બનાવવામાં મદદ કરે છે. અહેવાલો અનુસાર, કંપની આ કારને કુલ પાંચ કલરમાં રજૂ કરશે, જેમાં વ્હાઇટ, બ્લૂ, યલો, પીંક અને ગ્રીન કલરનો સમાવેશ થાય છે.
લંબાઈ: 2,974 મીમી
પહોળાઈ: 1,505 મીમી
ઊંચાઈ: 1,631 મીમી
વ્હીલબેઝ: 2,010 મીમી
3)- કેબિન કેવી હશે
એમજી કોમેટ ઇલેક્ટ્રિક કારના આ ટીઝરમાં કારનું સ્ટીયરિંગ વ્હીલ બતાવવામાં આવ્યું છે, જે માઉન્ટેડ કંટ્રોલથી સજ્જ છે. માત્ર 13 સેકન્ડના આ ટીઝર વીડિયોમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આવનારી ઇલેક્ટ્રિક કાર નવી ટેક્નોલોજીને સપોર્ટ કરશે. તેમાં કનેક્ટિવિટી ટેક સાથે ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવશે. તેમાં 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) વિથ ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) જેવા ફિચર્સ આપવામાં આવશે.
4)- પાવર અને પર્ફોમન્સ
જો કે કંપનીએ હજુ સુધી MG Comet EVની ઇલેક્ટ્રિક મોટર, બેટરી પેક વગેરે વિશે કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની આ કારમાં 20-25kWh કેપેસિટીનું બેટરી પેક આપી શકે છે, શક્ય છે કે બેટરી લોકલ લેવલે માત્ર ટાટા ઓટોકોપમાંથી જ મેળવી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર એક જ ચાર્જમાં 200થી 300 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. આમાં, કંપની સિંગલ ફ્રન્ટ એક્સલ મોટર આપશે જે 68hpનો પાવર જનરેટ કરી શકે છે.
5)- કિંમત શું હોઈ શકે
MG Cometને એક સસ્તી ઇલેક્ટ્રિક કાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. જો કે લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું થોડું વહેલું છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની તેને 10 લાખથી 15 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે. હાલમાં, Tata Nexon EV, Tata Tiago EV જેવા મોડલ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે અને શક્ય છે કે આ કારની કિંમત Tiago EVની આસપાસ હોય.