Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકને કારણે મોત

હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ રાજકોટથી સામે આવ્યો

cradmin by cradmin
2023-05-03 10:21:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેક બાદ મોતનો વધુ એક બનાવ રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના આગલે દિવસે રાત્રે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે અમિતભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે.
23 એપ્રિલે રાજકોટમાં 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

Previous Post

Honda Creta સાથે કોમ્પિટિશન કરવા લાવી રહ્યું છે એક નવી SUV! હોઈ શકે છે એલિવેટ નામ, આ તારીખે થશે રજૂ

Next Post

ગુજરાત માટે 5 દિવસ ‘ભારે’

cradmin

cradmin

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ગુજરાત માટે 5 દિવસ ‘ભારે’

ગુજરાત માટે 5 દિવસ 'ભારે'

PM મોદીએ બાળકો સાથે વિતાવી હળવી પળો

PM મોદીએ બાળકો સાથે વિતાવી હળવી પળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.