રાજ્યમાં ગત ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કલાઈમેટ ચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરી છે. સાથે આવતીકાલે દાહોદ, પંચમહાલ, ડાંગ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમાનથ જિલ્લામાં વરસાદની આગાહી છે, તો આવતીકાલે એટલે કે 4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદ ખાબકી શકે છે. 5 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં વરસાદની શક્યતા છે. 6 મે ના વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે.
રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 40 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખાભામાં નોંધાયો છે. અહીં 24 કલાકમાં મેઘરાજાએ ધળબળાટી બોલાવી છે. ખાંભામાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 40 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ખાંભામાં સવા ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિસાવદર, મહેસાણા, માણાવદર અને ઉપલેટામાં 1- 1 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે ભુજ, વિસનગર, મોડાસા અને ખેડબ્રહ્મામાં પોણો ઈંચ વરસાદ થયો છે, તો વિજાપુર, સાયલા, અંજાર, લખતર, સરસ્વતી અને પાલનપુરમાં અડધો ઈંચ વરસાદ થયો છે.