ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે રાહુલ ગાંધીને તાત્કાલિક રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે તેણે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની જેલની સજા સામેની અપીલ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી જેમ કે બધા ચોરોની અટક મોદી જ કેમ છે. આ મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ જ કેસમાં માર્ચ મહિનામાં સુરત કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ જતી રહી છે. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખી લેવાયો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. જેથી એક પ્રકારે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી.
રાહુલ ગાંધી નીચલી કોર્ટમાં પડકારવા માટે સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા.