લંડનના પ્રિન્સ કિંગ ચાર્લ્સ ત્રીજાની તાજપોશીના થોડા દિવસ પહેલાં જ લંડન પોલીસે બકિંઘમ પેલેસના મેદાનમાં શોટગન કારતુસ જેવી દેખાતી વસ્તુઓ ફેંકવા મામલે એક અજાણી વ્યક્તિની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકમાં વિશ્વભરના નેતાઓ ભાગ લેશે. હાલમાં મહેલને સીલ કરી દેવાયો છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે, ગેટની નજીક પહોંચ્યા પછી આ વ્યક્તિએ મહેલ તરફ ઘણી બધી વસ્તુઓ ફેંકી હતી. જોકે વાંધાજનક હથિયારો રાખવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રિન્ટેન્ડેન્ટ જોસેફ મેકડોનાલ્ડે એક નિવેદનમાં કહ્યું કે, “અધિકારીઓએ તરત જ આ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો.” ઉપરાંત અધિકારીઓ ઘટનાસ્થળે જ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.