ભારતમાં ઓનલાઈન ગેમીંગ પર હવે જીએસટી લાદવાની તૈયારી છે અને નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમ્યાન સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે તેના કારણે ઓનલાઈન ગેમીંગ ઈન્ડસ્ટ્રી એક કરમાળખા હેઠળ આવી જશે અને તેના કારણે ગેમીંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો વિશ્ર્વાસ પણ વધશે. હાલ આ ક્ષેત્રની વાસ્તવિકતા જાણવી બહુ મુશ્કેલ છે પરંતુ જીએસટીના અમલથી વાસ્તવિક આંકડાઓ બહાર આવવા લાગશે અને તેના કારણે ઓનલાઈન ગેમીંગના ગંભીર કંપનીઓને વિદેશથી નાણા મેળવવામાં પણ સરળતા રહેશે.