પાકિસ્તાન પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશમાં રમખાણો ફાટી નીકળ્યા છે. દેશભરમાંથી હિંસાના અહેવાલો છે. ઈમરાનના સમર્થકો આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે. હિંસાને કારણે ઈસ્લામાબાદ પોલીસે ઈમરાનને કોર્ટમાં રજૂ ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં ઈમરાનને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે, ત્યાં કોર્ટ રાખવામાં આવશે અને તેની જ્યુડિશિયલ કસ્ટડીની સુનાવણી કરશે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન મંગળવારે કેટલાક મામલાની સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. ઈમરાન ખાન જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોતાનું બાયોમેટ્રિક્સ કરાવી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની સેનાના રેન્જર્સે તેની ધરપકડ કરી હતી. આ તરફ વિશ્વના ઘણા દેશોમાં ઈમરાન ખાનના સમર્થકો તેમની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીટીઆઈએ ડલ્લાસ, ટોરોન્ટો, શિકાગો, ન્યૂયોર્ક, માન્ચેસ્ટર અને લંડનમાં વિરોધ પ્રદર્શનના વીડિયો શેર કર્યા છે.
ઇસ્લામાબાદ પોલીસે પુષ્ટિ કરી કે ઇમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. તેના બદલે તેઓ જ્યાં કસ્ટડીમાં છે ત્યાં જ સુનાવણી હાથ ધરવામાં આવશે.ઇમરાન ખાનને આજે એટલે કે બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતો. પરંતુ હવે પોલીસે તેને કોર્ટમાં ન લેવાનો નિર્ણય કર્યો છે. હવે કોર્ટ એ જ જગ્યાએ યોજાશે જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન તપાસ એજન્સી નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) કોર્ટ પાસે તેમના મહત્તમ રિમાન્ડની માંગ કરી શકે છે. માનવામાં આવે છે કે ઈમરાન ખાનને 4-5 દિવસની કસ્ટડીમાં મોકલી શકાય છે. આ પહેલા મંગળવારે ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ આંચકો આપ્યો હતો. હાઈકોર્ટે ઈમરાનની ધરપકડને યથાવત રાખી છે.
ઈમરાનની ધરપકડના વિરોધમાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પાર્ટી પીટીઆઈએ ઈમરાનની ધરપકડના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. હિંસાને જોતા સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ બાદ હવે ટ્વિટર સેવા બંધ થઈ ગઈ છે. પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે, ગૃહ મંત્રાલયના નિર્દેશો પર દેશભરમાં મોબાઈલ બ્રોડબેન્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક કરી દેવામાં આવી છે.





