ઈમરાન ખાનને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ખાને કહ્યું છે કે જો અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડને ઈસ્લામાબાદ હાઈકોર્ટ ગેરકાયદે જાહેર કરશે તો ઈમરાનને અન્ય કેસમાં તરત જ ધરપકડ કરવામાં આવશે.




