Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડામાં સડક પર ઉતર્યા ભારતીય વિદ્યાર્થીઓ

એજન્ટે નામાંકિત કોલેજમાં ભણવા માટે આ વિદ્યાર્થીઓને નકલી એડમિટ કાર્ડ આપ્યા હતા

aaspassdaily by aaspassdaily
2023-06-08 11:42:48
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેનેડામાં ફરજિયાત ભારત પરત ફરવા મજબૂર કરાયેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પર “બનાવટી ઓફર લેટર્સ દ્વારા પ્રવેશ” લેવાનો આરોપ છે. તેમાંથી મોટાભાગના પંજાબ રાજ્યના છે. હવે આ વિદ્યાર્થીઓ સંભવિત ડિપોર્ટેશન – દેશ નિકાલ સામે કેનેડાના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વિદ્યાર્થીઓનો વિરોધ ચાલી રહ્યો છે. તેઓ કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી ની મુખ્ય કચેરીની બહાર, મિસીસૌગાના એરપોર્ટ રોડ પર 29 મેથી “અનિશ્ચિત સમયના ધરણા” માટે ભેગા થયા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિર્દેશને પગલે કેનેડામાંથી બળજબરીથી પરત મોકલવામાં આવતા લગભગ 700 વિદ્યાર્થીઓના મુદ્દાને ઉકેલવા પંજાબના એક મંત્રીએ સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો. ધાલીવાલે કહ્યું કે ટ્રાવેલ એજન્ટોની છેતરપિંડીથી આ વિદ્યાર્થીઓ કેનેડાની ખોટી કોલેજોમાં ફસાયા છે. ધાલીવાલે કેન્દ્ર સરકાર પાસે તેમના વતન પરત ફરવાનું રોકવા અને કેનેડાની સરકાર પાસેથી આ વિદ્યાર્થીઓને વર્ક પરમિટ અપાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
આ ઉપરાંત ભટિંડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે વિદેશ મંત્રી ડૉ.જયશંકરને સેંકડો એવા પંજાબી વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવા વિનંતી કરી છે જેઓ એજન્ટની છેતરપિંડીને કારણે ડિપોર્ટેશનની સંભાવનાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અગાઉ લગભગ 700 વિદ્યાર્થીઓને આ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અને આ પછી 200 વધુ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીએ ખુલાસો કર્યો છે કે આ વિદ્યાર્થીઓને એક અધિકૃત એજન્ટ – એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસ, જલંધર દ્વારા નકલી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા. આ એજન્ટે નામાંકિત કોલેજમાં ભણવા માટે આ વિદ્યાર્થીઓને નકલી એડમિટ કાર્ડ આપ્યા હતા અને આ માટે તેમની પાસેથી 16થી 20 લાખ રૂપિયા લીધા હતા. આ વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યા કે તરત જ ત્યાંના સત્તાવાળાઓ દ્વારા તેમને જાણ કરવામાં આવી કે તેમનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે.

Previous Post

લખનૌમાં રિયલ્ટીના ધંધાર્થીઓને ત્યાં 50થી વધુ દરોડા

Next Post

વર્લ્ડકપમાં પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
વર્લ્ડકપમાં પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું

વર્લ્ડકપમાં પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું

સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.