કાઠમંડુ
‘આદિપુરૂષ’ના વિવાદાસ્પદ સંવાદને લઈને નેપાળમાં નારાજગી વધી ગઈ છે. આજે સોમવારથી કાઠમંડુમાં બધી જ હિન્દી ફિલ્મોના પ્રદર્શન સામે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.રવિવારે એક ઉચ્ચ અધિકારીએ આ જાહેરાત કરી હતી.
કાઠમંડુના મેયર બાલેન શાહે ‘આદિપુરૂષ’માં સીતાને ભારતની પુત્રી બતાવવા સામે વાંધો વ્યકત કરી નેપાળમાં ‘આદિપુરૂષ’ના દર્શાવવા સામે રોક લગાવવાની માંગ કરી છે. બાલેન શાહે નેપાળનાં માહિતી અને પ્રસારણ ટેકનિક મંત્રીને પત્ર લખીને અપીલ કરી છે કે જયાં સુધી ફિલ્મોમાંથી વિવાદાસ્પદ સંવાદને હટાવવામાં નહિં આવે ત્યાં સુધી ફિલ્મનાં પ્રદર્શન પર નેપાળમાં પ્રતિબંધની માંગ કરી છે.
પત્રની નકલ નેપાળના વડાપ્રધાન કાર્યાલય સહીત તમામ મંત્રીઓ અને ફિલ્મ વિકાસ બોર્ડને મોકલાઈ છે.શાહે કાઠમંડુનાં બધા સિનેમાઘરોને ફિલ્મમાં જયાં સુધી સુધારો ન થાય ત્યાં સુધી ફિલ્મનું પ્રદર્શન ન કરવાની સલાહ આપી છે.




