ભારતના મોટા આતંકી અને બે બે હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ફરી વાર બચાવી લઈને ચીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે. ફરી વાર એક વાર ચીનનો આતંકી સમર્થિત ચહેરો ખુલ્લો પડ્યો છે. મંગળવારે ભારત અને અમેરિકાએ સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જોકે ચીને વીટો વાપરી દેતા તે પ્રસ્તાવ અટકી ગયો હતો.
ચીનના આ પગલાંથી સાજિદ મીર હવે વૈશ્વિક આતંકી જાહેર નહીં થાય. ચીને મંગળવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારત અને અમેરિકા દ્વારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને 26/11ના મુંબઇ આતંકવાદી હુમલામાં સંડોવણી માટે વોન્ટેડ જાહેર કરવાના પ્રસ્તાવને અટકાવી દીધો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ચીને સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા અટકાવ્યો હતો અને હવે બીજી વાર ચીને આવું કર્યું છે.






