વોશિંગ્ટન:
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની અમેરિકાની આ યાત્રામાં પ્રમુખ દંપતી માટે ખાસ ગીફટ લઈને પહોંચ્યા હતા. મોદીએ સૌપ્રથમ અમેરિકાના ફર્સ્ટ લેડીને લેબમાં તૈયાર કરાયેલા કેરીના ગ્રીન ડાયમન્ડ ભેટમાં આપ્યો હતો અને રાષ્ટ્રપતિ બાઈડનને એક ખાસ ચંદનનો ડબ્બો ભેટ આપ્યો હતો.
આ ડબ્બો જયપુરમાં શિલ્પકાર દ્વારા હાથેથી તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં મૈસુરથી ચંદન મેળવાયુ હતું જેમાં નકશીકાર-વનસ્પતિ અને જીયોના ચિત્રોની પેટર્ન અંકીત કરાયા છે. આ ઉપરાંત આ ડબ્બામાં ભગવાન ગણેશની મૂર્તિ છે જેને કોલકતાની પાંચમી પેઢીના એક કલાકાર પરિવારે તૈયાર કરી છે અને તેની સાથે એક ચાંદીનો દિવો પણ આજ કલાકારોએ તૈયાર કર્યો છે. ઉપરાંત 99.5 શુદ્ધ હોલમાર્કનો ચાંદીનો સિકકો રૌય્યદાન તરીકે આવ્યો છે જયારે મહેમાનોને જે લવદેન તરીકે ગુજરાતનું પીછું અપાયું હતું. જીલ બાઈડનને જે હિરો અપાયો તે એપીયર માંચે તરીકે ઓળખાતા ડબ્બામાં અપાયો હતો.
મોદીએ આ ઉપરાંત ફેબર એન્ડ ફેબર દ્વારા પ્રકાશિત અને યુનિ. પ્રેસ ગ્લાસગો દ્વારા પ્રિન્ટ કરાયેલા પુસ્તક ધ ટેન પ્રિન્સીપલ ઉપનિષદ પુસ્તક ભેટ આપ્યુ હતું. મોદીએ બાઈડન ફેમીલીને બોકસમાં 10 દાન રાશી આપી હતી. જેમાં ગૌદાનમાં ગાયના સ્થાને પ.બંગાળના કારીગરોએ તૈયાર કરેલા એક હસ્તલિખિત ચાંદીનું નાળીયેર આપ્યુ હતું. ભુટાનમાં મૈસુરનું ચંદન, તિલદાનમાં તામિલનાડુના સફેદ તલ અને હિરણ્યદાનમાં સોનાના સિકકો આપ્યો હતો. મોદીએ બાદમાં ટવીટ કરી બાઈડન દંપતિને સ્વાગત-ભોજન માટે આભાર માન્યો હતો.