ખાલીસ્તાની સંગઠનો દ્વારા બ્રિટનમાં ભારતીય દૂતાવાસને ઘેરવાની આપેલી ધમકી બાદ બ્રિટન સરકારે આકરી ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારના કોઈપણ કૃત્યો અસ્વીકાર્ય છે અને જો ભારતીય દૂતાવાસ પર હુમલો થશે તો તે માટે જવાબદાર કોઈને છોડવામાં આવશે નહી. ખાલીસ્તાની સંગઠનની ધમકી બાદ એક ટવીટ કરીને બ્રિટનના વિદેશ સચીવ જેમ્સ કલેવરલીએ એક ટવીટ કરીને સરકાર આ પ્રકારની ધમકીને ભરી પીવે તેવું જણાવ્યું હતું. ખાલીસ્તાનીઓ કિલ ઈન્ડીયા રેલી યોજવાની જાહેરાત કરી છે અને તે પછી ભારતીય દૂતાવાસની દૂરતા વધારી દેવાઈ છે.