ઉતર કોરિયાના નેતા કિમ જોંગને ફરી યુદ્ધનો ઉન્માદ ચડયો છે, તેણે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી છે. કિમ જોંગે પોતાની સેનાના મુખ્ય જનરલને બદલી નાખ્યો છે. સાથે જ સેનાને યુદ્ધ માટે દરેક સંભવ સ્થિતિમાં તૈયાર રહેવા કહ્યું છે. આટલું જ નહીં, તેણે હથિયારોના ઉત્પાદનમાં વૃદ્ધિ અને સૈન્ય અભ્યાસ માટેના આદેશ પણ આપી દીધા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કિમે સૈન્ય આયોગની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન ઉતર કોરિયાના દુશ્મનોને રોકવા માટે જવાબી ઉપાયોની યોજનાઓ પર ચર્ચા થઈ હતી, જો કે બેઠકમાં કોઈ પણ દુશ્મન દેશનું નામ નહોતું લેવાયું. બીજી બાજુ ઉતર કોરિયામાં સેનાના મુખ્ય જનરલ, જનરલ સ્ટાફના પ્રમુખ પાક સુઈલને તેના પદ પરથી હટાવીને તેની જગ્યાએ રીયોંગ ગિલને નવા જનરલ બનાવાયા છે. જો કે આની પાછળનું કોઈ કારણ નથી દર્શાવાયું. તાનાશાહ કિમ જોંગે હથિયારોના કારખાનાની મુલાકાત લીધી હતી.