દેવોના દેવ મહાદેવનો પ્રિય મહિનો શ્રાવણ પૂર્ણ થવાનો છે. શ્રાવણનો છેલ્લો સોમવાર 11 સપ્ટેમ્બર 2023ના રોજ છે. શિવ ભક્તો માટે શ્રાવણ મહિનાનો દરેક સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે વ્રત રાખવા અને પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં ભક્તો પાસે મહાદેવને પ્રસન્ન કરવા માટે માત્ર એક સોમવાર બાકી રહ્યો છે. એટલા માટે તમારે આ દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ. આવો જાણીએ શ્રાવણના છેલ્લા સોમવારે પૂજા વિધિ વિશે…
છેલ્લો સોમવાર
આ વર્ષે શ્રાવણનો છેલ્લો સોમવાર 11 સપ્ટેમ્બરે છે. શ્રાવણના છેલ્લા સોમવારે વ્રત કરો અને સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરો. સવારના શુભ મુહૂર્તમાં કોઈ શિવ મંદિરમાં જાઓ અથવા ઘરમાં શિવલિંગની પૂજા કરો. ત્યારબાદ ભગવાન શિવને ગંગાજળ અથવા દૂધથી અભિષેક કરો. આ પછી ભગવાન શિવ શંભુને ચંદન, અક્ષત, સફેદ ફૂલ, બેલપત્ર, ભાંગના પાન, શમીના પાન, ધતૂરા, ભસ્મ અને ફૂલોની માળા અર્પણ કરો. ભગવાન શિવને મધ, ફળ, મીઠાઈ, ખાંડ, ધૂપ-દીપ અર્પણ કરો. ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને સોમવાર વ્રત કથાનો પાઠ કરો. છેલ્લે શિવલિંગની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ભોળાનાથની આરતી કરો.