મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં બીજેપી કાર્યકર્તાઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 39 ભાજપના કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ કાર્યકર્તાઓ ‘કાર્યકા મહાકુંભ’ માટે ભોપાલ જઈ રહ્યા હતા, જ્યાં PM મોદી આજે સોમવાર, 25 સપ્ટેમ્બરના રોજ ભાજપના કાર્યકરોની વિશાળ સભાને સંબોધિત કરવા જય રહ્યા છે. આ અકસ્માત વહેલી સવારે કસરાવાડ પાસે થયો હતો. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બસમાં મોટાભાગે ભગવાનપુરાના ખાપરજામલી, રૂપગઢ અને રાયસાગરના ભાજપના કાર્યકરો હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના જયપુરમાં પરિવર્તન સંકલ્પ મહાસભાને પણ સંબોધિત કરવાના છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપે કોંગ્રેસ સરકારની “નિષ્ફળતાઓ” પ્રકાશિત કરવા માટે ચાર પરિવર્તન સંકલ્પ યાત્રાઓ શરૂ કરી હતી. મોદી જયપુર જિલ્લામાં ભારતીય જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાયના જન્મસ્થળ ધનક્યાની પણ તેમની જન્મજયંતિની ઉજવણી કરશે.