રામ ભક્ત હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી મહાબલી પ્રસન્ન થાય છે. એવી માન્યતા છે કે મંગળવારે વિધિ પ્રમાણે બજરંગબલીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓનો નાશ થાય છે. જે લોકોની કુંડળીમાં મંગલ દોષ હોય છે તેમને મંગળવારની પૂજાથી વિશેષ લાભ મળે છે. હનુમાનજીની નિયમિત પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ જ કારણ છે કે મંગળવારે લોકો ખાસ કરીને હનુમાનજીની પૂજા કરે છે. તેમજ તેમને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીને કઈ વસ્તુઓ સૌથી વધુ પસંદ છે…
બુંદી – ભગવાન હનુમાનને બુંદી ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં મંગળવારે હનુમાનજીને બુંદી ચઢાવો. આનાથી સંકટ મોચન પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
બેસનના લાડુ – બુંદી ઉપરાંત પવન પુત્રને બેસનના લાડુ પણ પસંદ છે. કહેવાય છે કે જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો મંગળવારે હનુમાનજીને બેસનના લાડુ ચઢાવો. આમ કરવાથી તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થશે.
ઈમરતી કે જલેબી – હનુમાનજીને ઈમરતી કે જલેબી ખૂબ પસંદ છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે બજરંગબલીને ઈમરતી અથવા જલેબી ચઢાવો.
પાન – રામ ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે તેમને પાનના બીડાં પણ ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓનો નાશ થાય છે.
સિંદૂર – સંકટ મોચન હનુમાનને સિંદૂર ખૂબ જ પ્રિય છે. મંગળવારે સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.





