ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન, ઈઝરાયેલની સેનાએ 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)ના સૈનિકો એક કમ્પાઉન્ડમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને બચાવી રહ્યા હોવાનું જોવા મળે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના બોડી કેમ ફૂટેજ જાહેર કરી રહ્યા છે આ દરમિયાન હમાસના 60થી વધુ આતંકીઓ પણ માર્યા ગયા હતા. IDF અનુસાર 7 ઓક્ટોબરના રોજ, સુફા સૈન્ય ચોકી પર નિયંત્રણ મેળવવાના સંયુક્ત પ્રયાસમાં ગાઝા સુરક્ષા ફેન્સની આસપાસના વિસ્તારમાં ફ્લોટિલા 13 એલિટ યુનિટ્સ (IDF યુનિટ્સ) તૈનાત કરવામાં આવ્યા હતા. સૈનિકોએ લગભગ 250 બંધકોને જીવતા બચાવ્યા હતા. ‘હમાસના સધર્ન નેવલ ડિવિઝનના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબુ અલી સહિત 60થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા અને 26ને પકડવામાં આવ્યા.