15મી ઓક્ટોબર એટલે કે સોમવારથી નવલી નવરાતનો પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન માઈ ભક્તો મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરશે. એવું મનાય છે કે, આ દિવસોમાં માતા પાસેથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ, વ્રત કરનારાઓએ આ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતો જાણવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી માતાના સંપૂર્ણ આશીર્વાદ તેમના પર રહે છે. નવરાતીના પ્રારંભે કલશ સ્થાપિત કરતા પહેલા પૂજા વિધિ અંગે જાણી લેવું જોઈએ, જેથી પૂજામાં કોઈ અડચણ ન આવે.
નવરાત્રિના એક દિવસ પહેલા તમારી જાતને શુદ્ધ કરો. ખાસ કરીને જે લોકો દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે તેઓએ આ દિવસે સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને તમામ વિધિઓથી પોતાની જાતને શુદ્ધ કરવી જોઈએ. આ પછી નવા વસ્ત્રો ધારણ કરીને દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. તેમ જ નવરાત્રિ સ્થાપના માટે જરૂરી તમામ વસ્તુઓ લાવવી જોઈએ.
મહાલય અમાવસ્યાનું ધાર્મિક મહત્વ
સનાતન ધર્મમાં મહાલય અમાવસ્યાનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસ પૂર્વજોની પૂજા કરવામાં આવતી હોય છે. પિતૃ પક્ષ દરમિયાન લોકો સુખાકારી અને સમૃદ્ધિ માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરતા હોય છે. એવું મનાય છે કે, પિતૃ પક્ષના અંતિમ દિવસે પિતૃ તર્પણ અને પિંડ દાન અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેઓ જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. હિંદુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પહેલા 15 દિવસ સુધી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ ન કરી શકી હોય અથવા મૃત્યુ તિથિ ભૂલી જાય તો આ અમાવાસ્યાના દિવસે સર્વપિત્રી મોક્ષ તર્પણ કરી શકાય છે.
(Disclaimer- આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, ઉપદેશો અને માન્યતાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્રને માત્ર માહિતી આપવાનો છે. તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ ધ્યાનમાં લેવી. આ સિવાય, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)