ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના કેપ્ટન બિશનસિંહ બેદીનું અવસાન થયું છે. ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ રહેલા બિશન સિંહ બેદીએ આ દુનિયાને અલવિદા કર્યું છે. બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો, તેઓ ડાબોડી સ્પિન બોલર હતા.
બિશન સિંહ બેદીએ 1967માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લી ટેસ્ટ 1979માં રમી હતી. 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1560 વિકેટ ઝડપી હતી. તેની ગણતરી ભારતના મહાન સ્પિનરોમાં થાય છે. તે 1975 અને 1979 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે.