હૃદયરોગ ખૂબ જ ઘાતક રોગ બનતો જાય છે અને હવે હરીયાણામાં જીમમાં કસરત કરી રહેલા એક ડીએસપીને હૃદયરોગનો હુમલો આવતા તેઓ જીમમાં જ મૃત્યુ પામ્યા હતા. હરિયાણા પોલીસના ડીએસપી જોગીન્દર દેસવાલ પાણીપત જેલમાં ફરજ પર હતા. રવિવારે ડયુટી પુરી કરી સવારે નિત્યક્રમ મુજબ તેઓ જીમમાં કસરત કરવા ગયા હતા. જયાં કસરત કરતા સમયે જ તેના પર હૃદયરોગનો હુમલો આવ્યો હતો પણ તેમને બચાવી શકાય ન હતા.
જીમમાં કસરત સમયે જ મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. ગાઝીયાબાદમાં ટ્રેડમીલ પર કસરત કરી રહેલા એક યુવક પણ ઢળી પડયો હતો પણ બાવન વર્ષના ડીએસપી જે ખૂબજ ફીટ હતા તેઓ પર આ રીતે હૃદયરોગથી તંદુરસ્ત વ્યક્તિ પણ સલામત નથી તે નિશ્ચીત બન્યુ છે.