બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના ઘટી છે. કિશોરગંજમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી ધડાકાભેર અથડાઈ હતી જેમાં 15 મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબ વિસ્તારમાં બપોરના સુમારે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજી તરફ આ બનાવનાના પગલે ઘટના પોલીસ અને સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકો પણ ટ્રેનના કોચ નીચે દટાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજી વધી શકે છે.