પ્રશાંત મહાસાગર પાસે આવેલા મેક્સિકોમાં તોફાન ઓટિસ 230 કિમી પ્રતિ કલાકની ઝડપથી દરિયા કિનારે ટકરાયું હતું. ભારે પવન અને વરસાદને કારણે આ તોફાન એટલું ઝડપી હતું કે આ લોકોના ઘર, બહાર ઉભેલી ગાડીઓ, વિજળીના થાંભલા, ઝાડ અને મોબાઇલ ટાવરોને નુકસાન થયું હતું.
મેક્સિકોની ઓથોરિટીનું કહેવું છે કે આટલુ ઝડપી ચક્રવાત 1950 પછી આવ્યું છે, આ ચક્રવાતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સાથે એમ પણ કહ્યું, તેનાથી બચવાની તૈયારી કરવાનો સમય પણ નથી મળ્યો કારમ કે જે જગ્યાએ આ વાવાઝોડુ આવ્યું તેના 12 કલાકમાં જ તે દરિયા કિનારા સાથે ટકરાયું હતું. મેક્સિકોની સિવિલ ઓથોરિટી અનુસાર અત્યાર સુધી તેના વિશે ખબર પડી નથી કે તેનાથી કેટલા લોકોને નુકસાન થયું છે. કારણ કે હજુ તેની ઝડપ 45 કિમી પ્રતિ કલાક છે. છેલ્લા 12 કલાકમાં તેની ઝડપ 215 કિમીથી 130 કિમી થઇ હતી.
અકાપુલ્કો જ્યાં ઓટિસ દરિયા કિનારે ટકરાયું ત્યા 10 લાખ લોકો રહે છે. આ મેક્સિકોનો એક મોટો ટૂરિઝમ સ્પોટ છે જે આ ભીષણ તોફાનથી લગભગ બરબાદ થઇ ગયો છે. યૂએસના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવુ પ્રશાંત મહાસાગરનું પાણી ગરમ હોવાને કારણે થયું છે, તેમનું માનવું છે કે આવુ તોફાન ગ્લોબલ વોર્મિંગને કારણે આવ્યું છે. મેક્સિકોના રાષ્ટ્રપતિએ ખુદ મીડિયાને જણાવ્યું કે જે જે વિસ્તારમાં આ ચક્રવાત પ્રસાર થયું છે ત્યા અમને કનેક્શન મળતું નથી. અમે તે વિસ્તારને કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.