SEBIએ બાપ ઑફ ચાર્ટનાં નામથી પ્રખ્યાત અંસારીને કોઈ શેડ્યૂલ  કોમર્શિયલ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને 15 દિવસની અંદર બજારમાંથી કમાયેલ 17.2 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.
કોરોના સંકટ બાદથી શેરબજારમાં છૂટક રોકાણકારો વધુ રસ લેવા માંડ્યા છે અને એ જ કારણે સોશિયલ મીડિયા પર ઈનફ્લુએન્સરની સંખ્યા વધી ગઈ છે. SEBIએ Baap of Chart નામથી ઓપરેટ કરવામાં આવતાં ફાઈનેંશિયલ ઈનફ્લુએંસર પર બેન લગાવ્યું છે. આ સાથે જ તેને 17.20 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ આપ્યો છે. બાપ ઓફ ચાર્ટનાં નામથી ઈનફ્લુએંસર અંસારીની વિરુદ્ધમાં મળેલી ફરિયાદો બાદ સેબીએ એક અંતિમ આદેશ આપ્યો જેમાં તેને શેરબજારમાં કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પણ બેન લગાડી દીધું છે.
રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપનારાં નસરુદ્દીન અંસારી પર સેબીએ બુધવારે પ્રતિબંધ લગાડ્યો છે. સેબીએ અંસારીને બજારમાંથી કમાયેલ 17.2 કરોડ રૂપિયા જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. સેબીનાં હોલ ટાઈમ ડાયરેક્ટર અનંત નારાયચણને પોતાના અંતિમ આદેશમાં કહ્યું છે શેરબજાર સાથે જોડાયેલા કોર્સ પબ્લિશ કરવાનાં ચક્કરમાં નાસિર પ્રાઈવેટ ગ્રુપમાં ક્લાઈંટનાં શેરોને લઈને પોતાનો ઓપિનિયન આપીને મોટી કમાણી કરતો હતો.
સેબીએ પોતાની તપાસમાં જાણ્યું કે 1 જાન્યુઆરી 2021થી 7 જૂલાઈ 2023 સુધી Baap of Chartને આશરે 3 કરોડનું નુક્સાન થયું છે જ્યારે તે ક્લેમ કરતો હતો કે તેને 20-30% ફાયદો થયો છે. સેબીના આવતાં આદેશ સુધી અંસારી શેરબજારમાં ખરીદ-વેંચાણ કે અન્ય કોઈ જ ડીલ કરશે નહીં. અને તે કોઈપણ શિડ્યૂલ કોમર્શિયલ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને 15 દિવસોની અંદર 17.2 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું છે.
			

                                
                                



