7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઈઝરાયેલી સૈન્યએ ગાઝાની ચારેકોર ઘેરાબંદી કરી રાખી છે. જો કે હજુ સૈન્યને ગ્રાઉન્ડ ઓપરેશનની મંજૂરી મળી નથી. એવામાં ઈઝરાયેલી ગ્રાઉન્ડ ફોર્સે ઉત્તર ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના અનેક ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. આટલું જ નહીં આ સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યા બાદ ઈઝરાયેલી સેના પાછી તેની સરહદમાં આવી ગઈ હતી.
ઈઝરાયેલી સેના રેડિયોએ હમાસ સા0થેના જારી યુદ્ધ વચ્ચે તેને સૌથી મોટી ઘૂસણખોરી ગણાવી છે. સેનાએ આ કાર્યવાહીનો વીડિયો જારી કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈઝરાયેલી સૈનિકો બખ્તરિયા વાહનો સાથે ગાઝા સરહદમાં પ્રવેશ્યા અને અહીં ટેન્કથી હમાસના અનેક ઠેકાણે બોમ્બમારો કર્યો. તેમાં એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પણ સામેલ હતી.
ઈઝરાયેલના હુમલામાં અનેક નષ્ટ થઈ ચૂકેલી ઈમારતો દેખાઈ રહી છે. હુમલાને અંજામ આપ્યા બાદ ઈઝરાયેલી ટેન્કો પરત આવી ગઇ હતી. સેનાએ નિવેદનમાં કહ્યું કે આ ઘૂસણખોરી લડાઈના આગામી તબક્કાની તૈયારી માટે હતી. આ ઈઝરાયેલી સેના દ્વારા હમાસને નષ્ટ કરવાનો સંદેશ હતો. જોકે હમાસે આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી.
			
                                
                                



