દેશમાં ફરી એક વખત રેલ્વે દૂર્ઘટના થઇ હતી. ગાજીપુરથી દિલ્હી જતી સુહેલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. ઘટના દરમિયાન તમામ મુસાફર સુરક્ષિત છે. ગાજીપુરથી દિલ્હી જતી સુહેલદેવ એક્સપ્રેસ પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગઇ હતી. આ દૂર્ઘટના પ્રયાગરાજમાં પ્લેટફોર્મ નંબર 6 પર તે સમયે બની હતી જ્યારે સુહેલદેવ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન અને કોચ સહિત બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, આ દૂર્ઘટનામાં કોઇ મુસાફર ઇજાગ્રસ્ત થયો નહતો. દૂર્ઘટના પછી રેલ્વે કર્મચારીઓએ ટ્રેનના એન્જિનને પરત ટ્રેક પર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.