ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ પ્રમુખની આગેવાનીમાં અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ તથા ભાવનગર જીલ્લા આંગણવાડી સંધ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોના વિવિધ પડતર માંગણી અન્વયે તા.૨૭થી હડતાલ પર હોય પરંતુ સરકાર દ્રારા તેઓની પડતર માંગણીઓ આજદિન સુધી પુરી કરવામાં આવતી ન હોય જેથી સરકારને સદબુધ્ધી આપે તેવા હેતુથી વિરોધદર્શી કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે મોટી સંખ્યામાં કર્મચારી બહેનો એકઠા થયા હતા અને થાળી નાદ કર્યો હતો.