ગુજરાતમાં સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ સુરત ગામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા કીમતી એગ્રો કેમિકલ કન્ટેનરમાંથી કેમિકલ ચોરી કરી લઈ તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી આપવાના નેટવર્કનો, સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹79,66, 87,421 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કેમિકલ ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે.
ભરૂચ ના જંબુસર સ્થિત આવેલ પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા, ETHER અને pyroxasulfone technical (octopussy) નામના અગ્રો કેમિકલનો 76,73,42,596 ની કિંમતનો 115 ટન જથ્થો અને ભરૂચની હેમાની ક્રોપ પ્રાઇવેટ.લી. નો metribuzin technical નામના કેમિકલનો 2,04,54,524ની કિંમતનો 18 ટન જથ્થો, વિદેશ પહોંચાડવા માટે હજીરા પોર્ટ સુધી પહોંચાડવા માટે કન્ટેનર રવાના કરવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં ટ્રેલર ચાલકોએ તેમના સાગરીતો સાથે મળી આ કેમિકલની ચોરી કરી તેની જગ્યાએ કન્ટેનરમાં રેતીનો જથ્થો ભરી મોકલી આપ્યા હતા. જે અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ ફરિયાદ દાખલ થતાં , સુરત ગ્રામ્ય પોલીસે કેમિકલ ચોરી કરી માલ સગેવગે કરી દેવાના નેટવર્ક ચલાવનાર સક્રિય ગેંગને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સદર ગુનાઓમા સંડોવાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા માટે ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી તપાસ હાથ હતી.અને બાતમીને આધારે પોલીસે બે આરોપીની ઘરપકડ કરી ₹79,66, 87,421 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આરોપીઓએ સુરત જિલ્લામા અલગ અલગ જગ્યાએ ગોડાઉન/દુકાન ભાડે રાખી તેમા છુપાવેલ હોવાની ખાનગી બાતમીને આધારે દરોડા પાડી તપાસ કરતા કન્ટેનરોમાથી ચોરી કરેલ માતબર એગ્રો કેમીકલનો જથ્થો અલગ અલગ ગોડાઉન/દુકાનો માથી કબ્જે કરેલ, અને સદર કેમીકલ ચોરીનુ નેટવર્ક ચલાવનાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ જગ્યાએ છાપા મારી ગેંગના બે આરોપી ઓમનિષકુમાર જગદીશપ્રસાદ શર્મા (ઉ.વ.૩૨ ધંધો-ડ્રાઈવીંગ રહે.ઉધના, મોરારજી વસાહત, રૂમ નં૭૭૬, ઉધના, સુરત શહેર મુળ રહે.શનોરા ગાવપુર થાના તારૂન જી.અયોધ્યા) ચિરાગ લાભુભાઈ બગડીયા (ઉ.વ.૩૫ ધંધો-વેપાર રહે.હાલ,૧૪૩,જય યોગેશ્વર રો-હાઉસ, શેરી નં.૭, શ્યામધામ મંદિર, સરથાણા જકાતનાકા, સુરત શહેર. મુળ રહે.મેવાસા, તા.વલભીપુર, જી.ભાવનગર)ને ઝડપી પાડયા હતા.જ્યારે આ રેલીમાં સંકળાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે.