ઘોઘા તાબેના થળસર ગામમાં માટીના ફેરામાં ચાલતું ડમ્પર ઊભું રખાવ્યાની શંકા રાખી ડમ્પરના માલિક સહિત ત્રણ શખ્સે ગામમાં રહેતા યુવક સહિત ત્રણ વ્યÂક્ત ઉપર છરી, લોખંડનો પાઈપ અને લાકડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત ત્રણેય વ્યÂક્તને સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભૂતેશ્વર ગામમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે વાંગોની માલિકીનું ડમ્પર રેતી અને માટીના ફેરામાં ચાલતું હોય અગાઉ આ ડમ્પર કોઈ ઇસમે ઊભું રખાવેલું હતું અને તે બાબતે વાંધો ચાલતો હતો. દરમિયાન ગઈકાલે દિનેશભાઈના ડમ્પર ચાલક ભગાભાઈએ તેમનું ડમ્પર થળસર ગામની સીમમાં આવેલ વાડી પાસે ઊભું રાખીને બેઠો હતો તે દરમિયાન ડમ્પરના માલિક દિનેશભાઈ, તેનો ભાઈ કાનો અને એક અજાણ્યો ઈસમ કાર લઈને નીકળતા આ ડમ્પર વાડી બહાર ઉભેલા થળસર ગામના મનુભા વાસુભા ગોહિલ, હિતેશસિંહ નાથુભા ગોહિલ અને જુવાનસિંહ ભીમભા ગોહિલે ઉભું રખાવ્યું હોવાની શંકા રાખી દિનેશ, તેનો ભાઈ કાનો અને અજાણ્યા ઈસમે લાકડી, લોખંડનો પાઇપ અને છરી વડે હુમલો કરતા ત્રણેય યુવકને નાની મોટી ઇજા થતા તેમને સારવાર અર્થે કોળીયાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી મનુભા વાસુભા ગોહિલને વધુ સારવારની જરૂર હોય ભાવનગર હોÂસ્પટલ રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મનુભા વાસુભા ગોહિલે દિનેશ ઉર્ફે વાંગો, દિનેશનો ભાઈ કાનો અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.