પાલિતાણા તાલુકાના સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું ગત તા.૧ને બુધવારના રોજ સાંજના સમયે સમઢિયાળા-નોંઘણવદર રોડ વચ્ચે અકસ્માત થતાં તેમને પ્રથમ પાલિતાણા બાદ ભાવનગરની બિમ્સ હોÂસ્પટલમાં ડો.રાજેન્દ્ર કાબરીયાની દેખરેખ હેઠળ સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં તેમને બ્રેઇન હેમરેજ થયા બાદ ડો.કાબરીયાએ બ્રેઇન ડેડ જાહેર કરતા અને પરિવારજનોને અંગદાન માટે સમજાવતા પરિવારજનો દ્વારા લીવર તથા બંને કિડનીના અંગદાનનો નિર્ણય કરાતા આજે સવારે બિમ્સ હોÂસ્પટલ ખાતેથી ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવી અંગદાનને અમદાવાદની ઝાયડસ હોÂસ્પટલ મોકલવામાં આવ્યા હતાં.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નોંઘણવદર ગામે રહેતા અને સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા મહેશભાઇ બોઘાભાઇ મારૂ (ઉ.વ.આ.૫૬) ગત તા.૧ને બુધવારે સાંજના સમયે શાળાએથી છુટ્યા બાદ પોતાનું બાઇક લઇ સમઢિયાળાથી નોંઘણવદર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થતાં તેમને નોંઘણવદરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ૧૦૮ મારફત હોÂસ્પટલ લઇ જવાયેલ ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની બિમ્સ હોÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં ડો.રાજેન્દ્ર કાબરીયા દ્વારા બ્રેઇન હેમરેજ થયું હોવાનું જણાવેલ અને બે દિવસ રાહ જાયા બાદ આજે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં અને મહેશભાઇના પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા આથી લીવર તથા બંને કિડનીનું અંગદાન કરવામાં આવેલ. આજે બપોરે ભાવનગર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવી બિમ્સ હોÂસ્પટલથી અમદાવાદની ઝાયડસ હોÂસ્પટલ ખાતે અંગો મોકલવામાં આવ્યા હતાં.
આ અંગે મહેશભાઇના પરિવારજનો તેમના પુત્ર તથા તેના ભાઇએ ડો.કાબરીયાના જણાવ્યા અનુસાર કોઇની જિંદગી બચી શકતી હોય તેવા હેતુથી અંગદાનનો પરિવાર દ્વારા નિર્ણય કરાયો છે અને અન્ય લોકોએ પણ આવી રીતે અંગદાન કરવું જાઇએ તેમ જણાવ્યું હતું. આમ, પરિવારના આ નિર્ણયથી સમાજને નવો રાહ ચિંધ્યો છે.