ભાવનગરના હાર્દ સમા ઘોઘાગેટ ચોક, મુખ્ય બજાર તથા પીરછલ્લા જેવા વિસ્તારમાં હાલ દિવાળીની ખરીદી માટે ભારે ભીડ જણાઇ રહી છે. ગઇકાલે દિવાળી પૂર્વેનો છેલ્લો રવિવાર હતો આથી ધુમ ઘરાકી નીકળી હતી પરંતુ ખરીદી માટે આવતા સ્થાનિક અને બહારગામના ગ્રાહકોને પોતાના વાહનો પા‹કગ કરવાની મોટી મુશ્કેલી ભગોવવી પડી હતી. કોર્પોરેશન દ્વારા મહિલાબાગમાં મહિલાઓના વાહનોને ફ્રી પા‹કગ કરવા દેવા માટે નિર્ણય લેવાયો છે પરંતુ દિર્ઘદ્રષ્ટીના અભાવે આવતીકાલ તા.૭ને મંગળવારથી આ મંજૂરી અપાઇ છે. જ્યારે કે ખરી જરૂરિયાતના દિવસોમાં જ વાહન પા‹કગની સમસ્યા પેચીદી બની હતી.
ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન રાજેશભાઈ રાબડીયા, શાસકપક્ષનાં નેતા કિશોરભાઈ ગુરૂમુખાણી અને કિંમશ્નર એન.વી. ઉપાધ્યાય દ્વારા નિર્ણય કરીને આગામી દિવસોમાં હિન્દુ સનાતન ધર્મના મોટા તહેવારો દિવાળી, નવું વર્ષ, ભાઈ બીજ આવતા હોય, આ તહેવારોની ઉજવણી કરવા માટે શહેરના તથા આજુબાજુના ગામડાના લોકો અને ખાસ કરીને મહિલાઓ રૂપમ ચોક, પીરછલ્લા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયે ખરીદી કરવા આવતા હોય છે. જેથી આ સમયગાળા દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં નાગરીકોની અવર જવર આ વિસ્તારોમાં રહે છે આથી ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને પણ વાહનો મુકવા બાબતે કોઈ અગવડતા ઉભી ન થાય તે બાબતે ધ્યાનમાં રાખી આગામી તા.૦૭ને મંગળવારથી તા.૧૮ને શનિવાર સુધી સવારે ૮ કલાકથી રાત્રે ૮ કલાક સુધી રૂપમ ચોક ખાતે આવેલ મહિલાબાગ બગીચામાં ફકત મહિલાઓ માટે વિનામૂલ્યે દ્વીચકીય વાહનો પા‹કગ કરવાની મંજુરીની જાહેરાત કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, આગામી રવિવારે દિવાળીનું પર્વ છે. શહેરની મુખ્ય બજારમાં દિવાળી પૂર્વેના દિવસોમાં જ ઘરાકી જામતી હોય છે. દિવાળી બાદ બેસતા વર્ષથી બજારો પણ બંધ રહેતી હોય છે પરંતુ કોર્પોરેશને મહિલાબાગમાં ફ્રી વાહન પા‹કગ માટે છેક ૧૮મી સુધી મંજૂરી આપી છે. જ્યારે કે દિવાળી પૂર્વેના ખરી જરૂરિયાતના દિવસોમાં જ વાહન પા‹કગ માટે મંજૂરી આપવામાં મોડુ કરતા લોકોમાં આવા નિર્ણયની ટીકા થઇ રહી છે અને શાસકોની ગતાગમ સામે સવાલો ઉઠ્યા છે.