દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે.આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.