ગુજરાત સરકારે બે DySPને પ્રમોશન આપી SP બનાવ્યાં છે. રાજ્યના પોલીસ વિભાગમાં સૌ પ્રથમ આવું પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ બે પોલીસ અધિકારીઓને આઉટ ઓફ ટન પ્રમોશન આપ્યું છે.
ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા DySP કે.કે.પટેલ તથા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ACP તરીકે ફરજ બજાવતા ભાવેશ રોજીયાને SP તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. કે.કે.પટેલ ગુજરાત ATSમાં SP તરીકે કાર્યરત રહેશે, જયારે ભાવેશ રોજીયા ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે સુરતમાં જ કાર્યરત રહેશે. આ બંને અધિકારીઓ ગુજરાત ATSમાં હત્યા ત્યારે ઉત્તમ કામગીરી કરી હતી, જેને ધ્યાને લઈને સરકારે આ બે પોલીસ અધિકારીઓને આઉટ ઓફ ટન પ્રમોશન આપ્યું છે.