કોન બનેગા કરોડપતિની 15મી સીઝનના લેટેસ્ટ એપિસોડમાં હોસ્ટ અભિતાભ બચ્ચનની સામે સોશિયલ વર્કર મુકતા પુનતાંબેકર અને બોલીવુડ એકટર રણદીપ હુણ હોય સીટ પર બેઠા હતા.
મુકતા પુનતાંબેકર અને રરદીપ હુડાએ ઈન્ટરનેટના વ્યસન વિષે વાત કરી હતી અને તેની લોકો પર શું અસર પડે છે. તેની વાત કરી હતી.
રણદીપે એક ભયાનક ઘટનાને વર્ણવતા જણાવ્યું હતું કે એક માતાએ તેની ગેમ એડિકશનની વ્યસની બનેલી દીકરીની કેવી રીતે હત્યા કરેલી તેની વાત જણાવી હતી. તેણે પણ બાદમાં જણાવ્યું કે તે ખુદ સ્ક્રીન એડીકશન ધરાવતો હતો. રણદીપ હુડાએ જણાવ્યું હતું કે એક બે વર્ષ પહેલા મારી મેકઅપ આર્ટીસ્ટ રેણુકા પિલ્લાઈએ મારું ધ્યાન દોયુર્ં હતું. કે હું પહેલા મારી લાઈનોનું રિહર્સલ કરતો હતો હવે હું એકાએક મોબાઈલ ફોન પર આવી ગયો છું.
દરમિયાન હોસ્ટ અમિતાભ બચ્ચને પણ પોતાના સોશિયલ મીડિયા એડિકશન વિષે જણાવ્યું હતું કે હું તમને જણાઉં, હમણા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું, બ્લોગ લખતા લખતા મને એવુંં લાગે છે, ચાલે એને છાપી દઈએ, પછી એક આદત બની જાય છે, આગળનાએ શું કહ્યું આગલો શું બોલ્યો, પછી ભલે આપણો તેની સાથે સંબંધ હોય કે ન હોય, દોઢ કલાક વીતી જાય છે ખબર નથી પડતી અને બાદમાં રિયલાઈઝ થાય છે કે અરે ચાર વાગી ગયા.