ભારતીયોમાં અમેરિકા વીઝાની સૌથી વધુ માંગ રહી છે. જુલાઇ-ઓગસ્ટમાં જ 90 હજાર ભારતીય છાત્રોને અમેરિકા વીઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આનો મતલબ એ છે કે અમેરિકા દ્વારા પુરી દુનિયામાં ઇસ્યુ કરવામાં આવેલા કુલ છાત્ર વીઝામાં ચારમાંથી એક વીઝા ભારતીય છાત્રોને ઇસ્યુ કરાયા છે.
ભારતીયોમાં અમેરિકી વીઝાની જબરદસ્ત માંગ રહેતી હોવાથી ભારતીયોને અમેરિકી વીઝા માટે ખૂબ જ રાહ જોવી પડતી હોય છે. જેથી અમેરિકી સરકારે અનેક પગલાં લેવા પડ્યા છે. જેથી ભારતીયોને અમેરિકી વિઝા ઇસ્યુ કરવામાં ઝડપ લાવી શકાય. આ પહેલ અંતર્ગત ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટી ખુદ દિલ્હી સ્થિત યુએસ મિશન પહોંચ્યા હતા અને ત્યાંના કામકાજને નિહાળ્યું હતું.
અમેરિકી રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે દિલ્હીમાં અમારી કાઉન્સીલર ટીમ આ વીક એન્ડમાં ઝડપથી કામ કરવામાં લાગી ગઇ છે જેથી અમેરિકી વિઝિટર વીઝાની અભૂતપૂર્વ માગને પૂરી કરી શકાય.