ભાવનગરના વરતેજ ગામ નજીક આવેલ નાની ખોડીયાર મંદિર પાસે વિદેશી દારૂના થેલા લઈને ઉભેલો શખ્સ હોમગાર્ડ જવાનને જોઈને ફરાર થઈ ગયો હતો. વરતેજ પોલીસે દારૂ ભરેલા કાપડના બે પોટકા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાં નાઈટ ડ્યુટીમાં ફરજ બનાવતા વરતેજ પોલીસ મથકના હોમગાર્ડ જવાન અલ્પેશભાઈ રસિકભાઈ પરમાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાની ખોડીયાર મંદિર પાસે એક ઇસમ કાપડના બે પોટકા લઈને ઊભો હતો જે હોમગાર્ડ જવાનને જોઈને પોટકા મૂકીને ફરાર થઈ ગયો હતો. હોમગાર્ડ જવાને તપાસ કરતા બંને પોટકામાંથી ઇંગ્લિશ દારૂની ૩૬ બોટલ, કિંમત રૂ. ૫૪,૦૦૦ મળી આવી હતી.
હોમગાર્ડ જવાન અલ્પેશભાઈએ પોલીસને જાણ કરતા વરતેજ પોલીસે નાની ખોડીયાર મંદિર દોડી દારૂનો જથ્થો કબજે કરે નાસી છૂટે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.