આજથી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેના મુકાબલાથી થઇ રહ્યો છે. ભારત સહિત દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. ચોથી ટીમ માટે આજની મેચ પર નજર રહેશે. જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે જીત મેળવવામાં સફળ રહે છે તો તેના સેમિ ફાઇનલમાં પહોંચનારી અંતિમ ટીમની તસવીર સ્પષ્ટ થઇ જશે.
ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું સ્વપ્ન તૂટી શકે છે. જોકે, ન્યૂઝીલેન્ડ સતત પાંચમી મેચ હારે છે તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સેમિ ફાઇનલમાં પહોંચવાની તક વધી જશે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની મેચમાં વરસાદનું પણ સંકટ છે. જો આ મુકાબલો ડ્રો થાય છે તો ન્યૂઝીલેન્ડ માટે સારૂ નહી હોય.
કેન વિલિયમસનની આગેવાની ધરાવતી ન્યૂઝીલેન્ડની ટીમના સેમિ ફાઇનલમં પહોંચવાના ચાન્સ પાકિસ્તાન (40) અને અફઘાનિસ્તાન (14) કરતા વધારે છે. જોકે, વરસાદ તેમના માટે ફરી એક વખત વિલન બની શકે છે. બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદને કારણે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ ગુમાવવી પડી હતી. જો આજે શ્રીલંકા વિરૂદ્ધ પણ વરસાદ પડે છે તો ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધી શકે છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની મેચ વરસાદને કારણે ધોવાય છે તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવશે. લીગ સ્ટેજ મેચ માટે કોઇ રિઝર્વ ડે નથી. એવામાં ન્યૂઝીલેન્ડે ફરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હાર માટે પ્રાર્થના કરવી પડશે.
જો ન્યૂઝીલેન્ડ મેચ હાર્યુ તો પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હારની પ્રાર્થના કરવા સિવાય નેટ રનરેટ પર પણ નજર રાખવી પડશે. ન્યૂઝીલેન્ડની નેટ રનરેટ +0.398 છે જ્યારે પાકિસ્તાનની નેટ રનરેટ +0.036 અને અફઘાનિસ્તાનની નેટ રનરેટ -0.338ની છે.