સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ગત 28 ઓકટોબરે બનેલ સામૂહિક આપઘાત કેસમાં પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ બીજી સુસાઈડ નોટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મૃતક મનીષ સોલંકીના ભાગીદાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. જોકે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવતા તબિયત લથડી હતી. જેના પગલે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
પોલીસની તપાસમાં મૃતક મનીષ સોલંકી ભાગીદારીના ધંધામાં આરોપી ઈન્દર પાલ પુનારામ શર્મા નિધિ પ્લાયવુડના નામે ધંધો કરતા હતો. આરોપી ઇન્દર પાલ દિવાળીએ પૈસા આપવા માટે, એક સાથે બધા બિલો આપી અને પૈસા માંગતો હતો. વારંવાર લોન પાસ કરાવી પૈસા આપવા બાબતે દબાણ કરતો હતો. આ સમગ્ર માહિતી પોલીસને મળી આવેલ બીજી સુસાઈડ નોટમાં થયો છે. પોલીસે મૃતક મનીષ સોલંકીના બનેવી ઘનશ્યામ પરમારની ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપી ઈન્દર પાલની ધરપકડ કરી છે.