હાલમાંજ આંતરરાષ્ટ્રીય સાયબર સિકયોરીટી કંપની મેકફ્રી એ ‘ગ્લોબલ સ્કેમ મેસેજ સ્ટડી’ પ્રોગ્રામ હેઠળ ભારત સહિત વિશ્વના 7 દેશોના 7000થી વધુ લોકોને મળતા એસએમએસ સંબંધી સર્વે કર્યો હતો અને તેમાં જણાવ્યું કે સરેરાશ ભારતીય દરરોજ 12 ફેક એસએમએસ કે તેવા પ્રકારના એલર્ટ મેસેજ મેળવે છે અને તેની પાછળ સપ્તાહમાં 1.8 કલાક બગાડે છે.
તમારા મોબાઈલ પર ઓચિંતો જ કોઈ બેન્ક એલર્ટ મેસેજ આવે કે પછી જેઓએ નોકરી માટે એપ્લાય કરી હોય તેને કોઈ પ્રોસેસ માટે એસએમએસ આવે તો તુર્તજ જેને મોબાઈલ ધારક સક્રીય થઈ જાય છે. ખુદે નહી કરેલા બેન્ક સંબંધી કોઈ કામકાજ છતાં પણ તે દર્શાવતા કે કેવાયસી સંબંધી અને અથવા તેમાં ઝડપથી ‘સાચા’ લાગે તેવા ફેક એસએમએસથી જ સાયબર ક્રાઈમનો શિકાર બની જવાય છે.
ભારતમાં આ ફેક મોબાઈલ મેસેજનું પ્રમાણ ખૂબજ 82% જેટલું ઉંચુ છે. જેમાં જોબ માટેની ઓફર બેન્ક એલર્ટ એ સૌથી સામાન્ય ટ્રીક છે જેનો ઉપયોગ થાય છે. આ સર્વેમાં જણાવ્યું કે 60% ભારતીયો આ પ્રકારના ફેક મેસેજનો ભેદ પારખી શકતા નથી અને હેકર્સ હવે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી આ ફેક મેસેજ સાચા હોય તેમાં ભ્રમ પેદા કરે છે. 49% લોકોએ કબુલ કર્યુ કે આ પ્રકારના ફેક મેસેજમાં ભાગ્યે જ તેમાં કોઈ ખોટુ છે તે પારખી શકે છે અને તે તમામને ઝડપથી ગળે ઉતરી જાય તેવા હોય છે. ભારતમાં આ પ્રકારના મેસેજ પાછળ દર સપ્તાહે સરેરાશ 105 મીનીટ પસાર કરે છે.
મોટાભાગના ફેક મેસેજ ઈ-મેલ કે ટેક્ષ સ્વરૂપે મળે છે. જેમાં તેઓ કોઈ શોપીંગ કરે કે મિનિટોમાંજ તેઓએ ‘ઈનામ’ જીત્યું છે તેવો મેસેજ આપે છે અને લીંક પર આગળ વધીને ઈનામ કલેમ કરવા માટે જણાવાયુ છે અને તેના માટે થોડો જ મર્યાદીત સમય અપાય છે. આ ઉપરાંત તેઓએ કોઈ ઓર્ડર ન આપ્યો હોય છતાં પણ ડીલીવરી આપ્યાના ફેક મેસેજ મળે છે અને લોકો લાલચમાં આવી જાય છે. કયારેક તો કોઈ મેસેજ ખોટા છે કે સાચા તે પારખવા લીંક મોકલી તે રીતે પણ ઠગાઈ થાય છે. હવે જે રીતે આ પ્રકારના ફેક મેસેજ કે સાયબર ક્રાઈમ વધી રહ્યા છે પછી ડીજીટલ કોમ્યુનીકેશન પર લોકોનો ભરોસો ઘટતો જાય છે. મોટાભાગના ભારતીયોને એ ખ્યાલ હોતો નથી તે ફેક મેસેજ કે કોલમાં સપડાય નહી તે માટે શું કરવું જોઈએ. મોટાભાગના લોકો આવા ઈમેલને જોતા પણ નથી. કોઈને શંકા જાય તો બ્લોક કરી દે છે. આથી જ તેઓને કોઈ અજાણી લીંક મળે તો તે કદી ખોલો નહી તેમાં જે વ્યવહાર કરો તેના જ બેન્ક એલર્ટ મળે છે તે પણ ધ્યાનપૂર્વક ચકાશો.