ઈઝરાયેલ તથા હમાસ વચ્ચેના સંઘર્ષમાં ખાડી-મધ્યપુર્વમાં કોઈ રાષ્ટ્ર તરફથી ઈઝરાયેલ પર હુમલો થાય નહી તે હેતુથી આ ક્ષેત્રમાં તૈનાત કરાયેલા અમેરિકી યુદ્ધ જહાજનું એક શક્તિશાળી ડ્રોન યમનના હુતી વિદ્રોહીઓએ તોડી પાડતા અહી જબરો તનાવ વ્યાપી ગયો હતો અને બાદમાં અમેરિકી સેનાએ હુતી વિદ્રોહીઓના ઠેકાણા પર મિસાઈલ દાગ્યા હતા.
અમેરિકી રક્ષા વિભાગના અધિકારીએ સીએનએન સાથેની એક વાતચીતમાં હુતી વિદ્રોહીઓએ એક ડ્રોન તોડી પાડયું હોવાનું સ્વીકાર્યુ હતું. આ ડ્રોન અમેરિકાનું સૌથી શક્તિશાળી એમકયુ-ઈ રીવર ડ્રોન હતું અને તે આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં હતું તે સમયે હુતી વિદ્રોહીઓએ તેને નિશાન બનાવ્યું હતું જે સમુદ્રમાં તૂટી પડયું હતું. અમેરિકા માટે આ મોટો પડકાર છે. અમેરિકી દળો અહીથી ઈઝરાયેલ પર દાગવામાં આવતા મિસાઈલ તથા રોકેટને તોડી પાડી તેને નિશ્ર્ચિત લક્ષ્ય સુધી પહોંચવા દેતા નથી.