ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ગોરખપુર-કુશીનગર હાઈવે પર જગદીશપુર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. એક પુરઝડપે જતા ટ્રકે રોડ કિનારે ઉભેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસના છ મુસાફરોના મોત થયા હતા, જ્યારે 26 મુસાફરો ઘાયલ થયા હતા.
ગોરખપુરથી કોન્ટ્રાક્ટવાળી બસ મુસાફરોને લઈને કુશીનગરના પદ્રૌના જઈ રહી હતી. જગદીશપુરના મલ્લપુર પાસે બસનું વ્હીલ પંચર થઈ ગયું. ડ્રાઈવર અને કંડક્ટરે બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને મુસાફરોને બીજી બસમાં બેસાડતા હતા. કેટલાક મુસાફરો બસમાં બેસી ગયા હતા જ્યારે કેટલાક બે બસની વચ્ચે ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અન્ય ત્રણ લોકોના પણ મોત થયા. અન્ય ઘણા મુસાફરોની હાલત પણ નાજુક છે.