ગુરુવારે રાત્રે ઇઝરાયેલી આર્મી (IDF)એ ગાઝામાં અલ-શિફા હોસ્પિટલ સંકુલના એક યાર્ડ પર બોમ્બમારો કર્યો હતો.આ પહેલા ઈઝરાયલી દળોએ ગાઝા પટ્ટીના ઉત્તરમાં જ્યાં હમાસના આતંકવાદીઓ છુપાયેલા હતા તે વિસ્તાર પર ગોળીબાર કર્યો હતો. તે જ સમયે, અમેરિકાએ કહ્યું કે ઇઝરાયેલ દરરોજ ચાર કલાક માટે હુમલા રોકવા માટે સંમત છે.
ઇઝરાયેલ માનવતાના ધોરણે ઉત્તર ગાઝામાં હમાસ પરના હુમલાને દિવસમાં ચાર કલાક માટે રોકવા માટે સંમત થયું હતું. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તેણે નાગરિકોને લડાઈથી બચાવવા માટે વિકલ્પોની શોધ કરી છે. સોમવારે, રાષ્ટ્રપતિ બિડેને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને યુદ્ધમાં દૈનિક વિરામ માટે પૂછવા માટે બોલાવ્યા હતા. અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે દોહામાં ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના વડા અને કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાની સાથે મુલાકાત કરી અને હમાસના બંધકોને છોડાવવા અંગે ચર્ચા કરી.