GPSCની પરીક્ષા પદ્ધતિ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GPSCની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગેના પરિપત્ર મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦, ગાણીતિક ૩૦ માર્કની પરીક્ષા લેવાશે તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્કની પરીક્ષા લેવામાં આવશે. વિગતો મુજબ સંબંધિત વિભાગો અને ઉપયોગીતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે. આ સાથે બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. પરિપત્ર મુજબ ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે.