ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ એથિક્સ કમિટીમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. રિપોર્ટના પક્ષમાં 6 અને વિરોધમાં 4 મત પડ્યા છે. આ પહેલા એથિક્સ કમિટીમાં મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સાંસદે આ રિપોર્ટના પક્ષમાં મત આપ્યો હતો.
પૈસા લઈને સવાલ પૂછવાના મામલામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધવાની છે. એથિક્સ કમિટીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ પ્રસ્તાવ પર પક્ષમાં છ સાંસદોએ મત આપ્યો હતો. તો પ્રસ્તાવ પર વિપક્ષમાં વોટની સંખ્યા 4 રહી. ખાસ વાત છે કે કોંગ્રેસ સાંસદ પરનીત કૌરે પણ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યો છે. કમિટીએ પોતાના પ્રસ્તાવમાં મહુઆને સાંસદના રૂપમાં સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.