એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના તમામ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજ દરના નાણાં હવે ખાતામાં આવવા લાગ્યા છે. આ નાણાકીય વર્ષ EPFO તેના ખાતાધારકોને તેમની જમા રકમ પર 8.15 ટકા વ્યાજ આપી રહ્યું છે. EPFOના આ નિર્ણયથી દેશના લગભગ 7 કરોડ ખાતાધારકોને ફાયદો મળી રહ્યો છે.
ટ્વિટર પર એક યૂઝરે EPFOને વ્યાજ વિશે પૂછ્યું તો સત્તાવાર હેન્ડલ પરથી જવાબ આપવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાતાઓમાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે, ખાતાધારકોને કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે પરંતુ EPFOએ કહ્યું કે તમામ ખાતાઓમાં રકમ પ્રતિબિંબિત થવામાં સમય લાગી શકે છે.
——